Detail information about experiment method for the psychology. Meaning, characteristics, merits-demerits, class-room usage etc. are covered in this slide show. (in Gujarati language)
Size: 149.46 KB
Language: none
Added: Oct 05, 2015
Slides: 8 pages
Slide Content
પ્રાયોગિક / પ્રયોગ
પ્રયોગ : અર્થ “પ્રયોગ એક એવી પરિસ્થિતિ છે, જેમાં કોઈ એક પરિવર્ત્ય ઈરાદાપૂર્વક ફેરફાર કરીને તે ફેરફારની બીજા પરિવર્ત્ય ઉપર કોઈ અસર પડે છે કે નહિ તે જાણવા બે પરિવર્ત્યો વચ્ચેના સંબંધનું નિરીક્ષણ કરવામાં આવે છે.” - બી.એફ. એન્ડરસન “ પ્રયોગમાં ચુસ્ત રીતે નિયંત્રણવાળી પરિસ્થિતિમાં બનાવને ઉત્પન્ન કરી તે પરિસ્થિતિમાં એક ઘટકમાં ઈચ્છિત ફેરફાર કરી અન્ય ઘટકો સ્થિર રાખવામાં આવે છે.” - ઝીમ્ની મનોવિજ્ઞાનમાં સૌ પ્રથમ પ્રયોગ વુન્ટ દ્વારા ઈ.સ. ૧૮૭૯માં જર્મનીમાં કરાયો.
પ્રયોગ : ફાયદા જટિલ પરિસ્થિતિઓમાં પ્રત્યેક પરિસ્થિતિને અલગ અલગ અસર જાણી શકાય. પુનરાવર્તન શક્ય હોવાથી ચોક્કસ કાર્યકારણ સંબંધ સ્થાપી શકાય. પરિણામોની વિશ્વસનીયતા વધુ. વ્યવસ્થિત અને પધ્ધતિસર હોવાથી પૂર્વગ્રહમુક્ત, સચોટ પરિણામો પ્રાપ્ત થાય. ઘટના બને તેની રાહ જોવી પડતી નથી કારણ કે, કૃત્રિમ પરિસ્થિતિમાં પ્રયોગ થઇ શકે. પ્રયોગમાં ઝીણવટનો અવકાશ વધે છે.
પ્રયોગ : ફાયદા અનાવશ્યક તત્ત્વોને દૂર કરી માત્ર આવશ્યક તત્ત્વોની અસર જાણી શકાય છે. એક જ મનોવ્યાપારનો વિવિધ પરિસ્થિતિમાં અભ્યાસ કરી શકાય. પ્રયોગ કરીને આંતર-નિરીક્ષણ અને બાહ્ય નિરીક્ષણથી પ્રાપ્ત માહિતીને વધુ ચોક્કસ બનાવી શકાય.
પ્રયોગ : મર્યાદા અહિ જીવંત પ્રાણીઓ સાથે પ્રયોગ કરવાના હોવાથી ભૌતિક વિજ્ઞાનમાં હોય તેવી જડતા કઠિન છે. જયારે કૃત્રિમ વાતાવરણમાં વ્યક્તિ મનોવ્યાપારો કરે છે ત્યારે તે સાહજિક વાતાવરણમાં થતાં મનોવ્યાપારોથી ભિન્ન થવાનો સંભવ રહે છે. કેટલીક પ્રકારના પ્રયોગો કરી શકતા નથી. પ્રયોગ પાત્ર સભાન બને તો પણ પરિણામો પર તેની અસર આવી શકે છે. પ્રયોગમાં નિયંત્રણ ઉભું કરવું કઠિન છે.
પ્રયોગ : મર્યાદા કેટલાક પ્રયોગો ખૂબ લાંબા ચાલે છે જેથી પ્રયોગ પાત્ર રસ ગુમાવી બેસે છે . કેટલાક મનોવ્યાપારો સાહજિક ઉદભવે છે તેને પ્રયોગશાળામાં ઉત્પન્ન કરી શકતા નથી. કેટલીક કુદરતી ઘટનાની અસર તપાસવી હોય તો તે ઘટના ઘટે તેની રાહ જોવી પડે. તેને પ્રયોગશાળામાં ઉત્પન્ન કરી શકાય નહિ.