Educational Portfolio.pptx

jigneshgohill 786 views 24 slides Jul 07, 2023
Slide 1
Slide 1 of 24
Slide 1
1
Slide 2
2
Slide 3
3
Slide 4
4
Slide 5
5
Slide 6
6
Slide 7
7
Slide 8
8
Slide 9
9
Slide 10
10
Slide 11
11
Slide 12
12
Slide 13
13
Slide 14
14
Slide 15
15
Slide 16
16
Slide 17
17
Slide 18
18
Slide 19
19
Slide 20
20
Slide 21
21
Slide 22
22
Slide 23
23
Slide 24
24

About This Presentation

B.ED Sem-4 IITE


Slide Content

B.Ed Sem-4/PS-4 : અદ્યતન અધ્યાપનશાસ્ત્ર 4.3 પોર્ટફોલિયો: સંકલ્પના,પ્રકાર, વિકાસ અને તેનો ઉપયોગ Dr Jignesh Gohil Asst professor SMT M M Shah college of Education Gujarat

પોર્ટફોલિયો: સંકલ્પના P ortfolio as an assessment tool Assessment is the purposeful, systematic and ongoing collection of information as evidence for use in making judgments about student’s learning. મૂલ્યાંકન એ વિદ્યાર્થીઓના અધ્યયન વિષે નિર્ણય લેવામાં પુરાવા તરીકે ઉપયોગી એવી માહિતીનો હેતુપૂર્ણ, વ્યવસ્થિત અને સતત થતો સંગ્રહ છે. * (Education Queensland 2001, Years 1-10 Curriculum Framework for Education Qld Schools, Department of Education, p.13)

પોર્ટફોલિયો- શાબ્દિક અર્થ English શબ્દ ‘ Portfolio’ નું મૂળ Latin શબ્દો portāre   અને   folium   છે. Italian શબ્દ ‘ portafoglio ’ , જેમાં ‘ porta ’ અને portāre નો અર્થ “ to carry,” અને ‘ foglio ’ અને folium   નો અર્થ “ sheet અથવા leaf” આમ જોઈએ તો English માં portable folio અથવા papers that can be carried એવો અર્થ થાય .

વ્યાખ્યા- પોર્ટફોલિયો એ વિદ્યાર્થીની શૈક્ષણિક અને સહ-અભ્યાસક પ્રવૃત્તિઓનો સંગ્રહ છે. પોર્ટફોલિયો એટલે વિદ્યાર્થી દ્વારા સમગ્ર અભ્યાસક્રમ દરમિયાન કરવામાં આવેલ તમામ કાર્યો અને પ્રવૃત્તિઓનો પ્રગતિશીલ રેકોર્ડ કે જેનો ઉપયોગ મૂલ્યાંકનના હેતુસર કરી શકાય.

A student portfolio is a collection of a student's work, both in and out of the classroom, and it enables teachers to monitor students' progress and achievement over time.

આમ , પોર્ટફોલિયો એ વિદ્યાર્થીના શૈક્ષણિક અને સહઅભ્યાસક કાર્ય અને અન્ય પ્રકારના શૈક્ષણિક દસ્તાવેજોનું નીચેના હેતુઓ માટે કરવામાં આવતું સંકલન છે... અભ્યાસક્રમની ગુણવત્તા, અધ્યયનની પ્રગતિ અને શૈક્ષણિક સિદ્ધિઓનું મૂલ્યાંકન કરવું વિદ્યાર્થીઓએ અધ્યયન લક્ષ્ય પૂર્ણ કર્યું છે કે કેમ તે નક્કી કરવું વિદ્યાર્થીઓને તેમના શૈક્ષણિક ધ્યેયો અને પ્રગતિ પર ચિંતન કરવામાં મદદ કરવી શૈક્ષણિક કાર્ય નિષ્પત્તિઓ, સિદ્ધિઓ અને અન્ય દસ્તાવેજોનો કાયમી સંગ્રહ કરવો

પોર્ટફોલિયોના પ્રકાર ( માળખાકીય રીતે બે પ્રકાર) 1. પેપર (print) - પોર્ટફોલિયો કાગળ પર લેખન થાય ફાઇલમાં સાચવવામાં આવે સાથે રાખવો મુશ્કેલ ખર્ચાળ

2. ડિજિટલ- પોર્ટફોલિયો ઓનલાઈન પોર્ટલ પર તૈયાર થાય જીવંત અને રસપ્રદ બને ગમે ત્યારે ગમે ત્યાંથી જોઈ શકાય બિનખર્ચાળ

Sample- 1 Sample- 2 ડિજિટલ પોર્ટફોલિયોના Samples

હેતુ પ્રમાણે પ્રકાર પ્રગતિલક્ષી પોર્ટફોલિયો પ્રદર્શન પોર્ટફોલિયો મૂલ્યાંકન પોર્ટફોલિયો મિશ્ર પોર્ટફોલિયો

પ્રગતિલક્ષી પોર્ટફોલિયો લર્નિંગ ડેવલપમેન્ટ પોર્ટફોલિયો, ફોર્મેટીવ પોર્ટફોલિયો અથવા રચનાત્મક પોર્ટફોલિયો પણ કહેવામાં આવે શીખવાની પ્રક્રિયાનો વિકાસ અને પ્રગતિ દર્શાવે વિદ્યાર્થી શીખતો જાય તેમ બનાવતો જાય છે, આથી તે વિદ્યાર્થિની પ્રગતિનું પ્રતિબિંબ બની રહે છે શીખનાર અધ્યાયનની સાથે સાથે ચિંતન કરે છે અને પોતાની પ્રગતિ પર ધ્યાન કેન્દ્રિત કરે વિદ્યાર્થીના કાર્ય, પ્રવૃત્તિલક્ષી કાગળો , રજૂઆતો , પ્રોજેક્ટ્સ , ફોટો , સોંપણીઓની રજૂઆત કરવામાં આવે વિદ્યાર્થીના અધ્યયન અનુભવો , અભિપ્રાયો અને સામાજિક સંદર્ભ વચ્ચે અર્થપૂર્ણ જોડાણ બનાવે

પ્રદર્શન પોર્ટફોલિયો Show-case Portfolio, P resentation portfolio , Marketing portfolio વ્ય ક્તિની કલા, કૌશલ્યો અને અનુભવનું પ્રદર્શન કરવા માટે તૈયાર કરવામાં આવે વ્યક્તિ પોતાની ક્ષમતાઓ અને કુશળતાઓનો પરિચય અન્ય લોકોને કરાવી શકે અભ્યાસ અથવા નોકરીની અરજીમાં પણ સામેલ કરી શકાય Resume કે CV સાથે જોડી શકાય અથવા ટેબલેટ કમ્પ્યુટર પર બતાવી શકાય છે સામાન્ય રીતે , અભ્યાસના અંતે મેળવેલ સિદ્ધિ, લાયકાત કે કૌશલ્યો દર્શાવવા માટે તૈયાર કરવાં આવે છે. કુશળતા , ક્ષમતા , વ્યક્તિનું માર્કેટિંગ કરવામાં , ક્ષેત્રનો અનુભવ બતાવવામાં વગેરેમાં મદદરૂપ થાય છે.

મૂલ્યાંકન પોર્ટફોલિયો Summative portfolio પણ કહેવામાં આવે છે અધ્યયન-અધ્યાપનના પરિણામનું મૂલ્યાંકન કરવા માટે કરવામાં આવે પૂર્વ નિર્ધારિત માપદંડોને આધારે તૈયાર કરવામાં આવે વિદ્યાર્થીઓ તેમના અધ્યયનો ચિંતનાત્મક સાર રજૂ કરે છે તેમજ તેમના કામની શ્રેષ્ઠ બાબતો પર પ્રકાશ પાડે છે જે મૂલ્યાંકન બાબતે તેમના માટે ખૂબ મહત્વનું બની રહે છે વર્ષ કે અભ્યાસના અંતે વિદ્યાર્થી તેમનો પોર્ટફોલિયો રજૂ કરે અને પરીક્ષક માપદંડોના આધારે તેનું મૂલ્યાંકન કરે

મિશ્ર પોર્ટફોલિયો હાઇબ્રિડ પોર્ટફોલિયો પણ કહેવામાં આવે કારણ કે અધ્યયનની પ્રગતિ અને કૌશલ્યો બંનેનું સંયોજન છે પ્રગતિલક્ષી પોર્ટફોલિયોને મિશ્ર પોર્ટફોલિયોમાં રૂપાંતરિત કરી શકાય છે આ પ્રકારના પોર્ટફોલિયોનો હેતુ વ્યક્તિની પ્રગતિ અને કૌશલ્યો બંનેનો પરિચય આપવાનો છે

પોર્ટફોલિયો વિકાસ પ્રક્રિયા પોર્ટફોલિયો વિકાસ પ્રક્રિયા નીચેના તબક્કાઓને આવરી લે છે (ડેનિલ્સન અને એબ્રુટિન, 1997) સંગ્રહ – અધ્યયનના રોજ-બરોજના અનુભવો અને તેના પરિણામોની વિગતો સાચવવી પસંદગી - ચોક્કસ લક્ષ્યોની સિદ્ધિ દર્શાવતા હોય તેવી વિગતો ઓળખવી અને તેની સમીક્ષા કરવી અને તેનું મૂલ્યાંકન કરવું ચિંતન – અધ્યયન લક્ષ્યોને ધ્યાનમાં રાખી પોર્ટફોલિયો માટે પસંદ અને સંગ્રહ કરેલ વિગતોના મહત્વ પર ચિંતન કરવું દિશા નિર્દેશ- અધ્યયન ધ્યેયો અને પ્રદર્શન પર ચિંતન કરી તુલના કરવી અને તેના આધારે ભાવિ અધ્યયનના લક્ષ્યો નક્કી કરવા પ્રસ્તુતિ – સહાધ્યાયી અને અન્ય લોકો સાથે પોર્ટફોલિયો શેર કરવો અને પ્રતિસાદ મેળવવો

Robin Fogarty, Kay Burke, and Susan Belgrad (The portfolio connection 1994 , 1996) એ ગુણવત્તાયુક્ત પોર્ટફોલિયો વિકાસ માટે દસ બાબતો દર્શાવી છે PROJECT purposes and uses  COLLECT and organize  SELECT valued artifacts  INTERJECT personality  REFLECT metacognitively  INSPECT and self-assess goals  PERFECT , evaluate, and grade CONNECT and conference  INJECT AND EJECT to update  RESPECT accomplishments and show pride

ઉપયોગિતા Many people discover that one of the most important and long-lasting outcomes of producing a portfolio is the self-esteem that comes from recording and reflecting on achievements and career success. Experienced teachers and administrators are finding that the benefits of developing a portfolio include the opportunity for professional renewal through mapping new goals and planning for future growth." (Hartnell-Young & Morriss , 1999)

તે શરૂઆતથી અંત સુધી કાર્યો અને પ્રવૃત્તિઓનો રેકોર્ડ રાખવામાં મદદ કરે છે પોર્ટફોલિયો ડિજિટલ સ્પેસ પર બનાવવામાં આવે તો તે એક કાયમી સંગ્રહ બની રહે છે વિદ્યાર્થીમાં ચિંતનાત્મક વિચારસરણી વિકસે અને તેના આધારે ભાવિ પ્રગતિની દિશા મેળવી શકે ઇ-પોર્ટફોલિયો કાર્યને વાચા આપે છે અને કાર્યને વિશ્વ ફલક પર પ્રદર્શિત કરે છે

ડિજિટલ પોર્ટફોલીયો દ્વારા વિદ્યાર્થીમાં ડિજિટલ સ્કિલ્સનો વિકાસ થાય છે તે વિદ્યાર્થી - કેન્દ્રિ પ્રવૃત્તિ છે. વિદ્યાર્થીઓને તેમના કાર્યો અને પ્રવૃત્તિઓ પર વિચાર અને ચિંતન કરવા માટે સ્વતંત્ર બનાવે છે વિદ્યાર્થીઓને તેમના જ્ઞાનના સર્જક બનવાની તક પૂરી પાડે છે તેમજ નવા જ્ઞાન માટે પ્રોત્સાહિત કરે છે

ઇ-પોર્ટફોલિયો દ્વારા વિદ્યાર્થી અન્ય લોકો સાથે પોતાના કાર્યો વંહેચે છે અને સામાજિક સંદર્ભમાં નવું જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે વિદ્યાર્થી પોતાની પ્રવૃતીઓ અને સિદ્ધિઓ સમગ્ર વિશ્વ સાથે શેર કરી શકે છે , અને અન્ય લોકો પાસેથી પ્રતિસાદ મેળવી શકે છે વિદ્યાર્થીઓ વધુ ઊંડાણપૂર્વક શીખી શકે છે , તેઓ કેવી રીતે શીખે છે , આગામી વખતે વધુ સારું કેવી રીતે કરવું તે વિશે વધુ જાણી શકે છે

તે શીખનારમાં સ્વ-ચિંતનની કુશળતા વિકસાવે છે જે શીખવામાં વધારો કરે છે વિદ્યાર્થી અધ્યયન સાથે સારી રીતે જોડાય છે અને તેને પ્રોત્સાહન મળે છે વિદ્યાર્થીઓના formative તેમજ summative મૂલ્યાંકન માટે ઇ-પોર્ટફોલિયો ઉપયોગી બને છે

વિદ્યાર્થી પ્રતિભાવ

આમ, પોર્ટફોલિયો એ મૂલ્યાંકન પ્રક્રિયાનું એક અસરકારક માધ્યમ બની શકે. ઉચ્ચ શિક્ષણમાં જો ડિજિટલ પોર્ટફોલિયો બનાવવાની પ્રવૃત્તિને પ્રોત્સાહન મળે તો આ કક્ષાએ વિદ્યાર્થીની શૈક્ષણિક તેમજ સહઅભ્યાસક પ્રવૃત્તિઓનો કાયમી સંગ્રહ થાય, આંતરિક મૂલ્યાંકન માટે એક આધાર બને અને વિદ્યાર્થીમાં ચિંતન, સર્જન, સ્વ-અધ્યયન, ICT નો ઉપયોગ જેવા કૌશલ્યો વિકસે.

આભાર
Tags