Smt M.M.Shah College of Education Wadhwan city, Surendranagar B.Ed Semester-2 Corecourse-4 Unit-2 2.4 શાળા શિસ્ત Presentation by Dr. Jignesh Gohil Asst Professor (English-Sanskrit)
શિસ્ત એટલે શું ? શાબ્દિક અર્થ E nglish શબ્દ “discipline” Latin શબ્દ “disciples” પરથી આવ્યો જેનો અર્થ થાય control શિસ્ત એટલે નિયમપાલન અથવા આજ્ઞાપાલન બાઇબલમાં શિસ્ત એટલે સુધારવું, શિખામણ આપવી એવો અર્થ કરાયો છે
વ્યાખ્યા શિસ્ત એટલે જ્ઞાન,કુશળતા, સંવેદનશીલતા અને આત્મવિશ્વાસથી ઉદભવતી એવી કળા જે તાલીમ અને મહાવરાથી કેળવી શકાય છે . A control gained by enforcing , obedience or order સ્વત્રંત્તા, સજા કે પ્રેરણા દ્વારા આપવામાં આવતી એવી તાલીમ કે જે માણસને સ્વ-નિયંત્રણ તેમજ આજ્ઞાપાલન માટે સજ્જ બનાવે
શાળામાં શિસ્તનું મહત્વ શાળા સંચાલન માટે જરૂરી પરિબળ અસરકારક શિક્ષણકાર્ય માટે આવશ્યક બાળકના સ્વ-વિકાસનું પ્રથમ પગથિયું સારા નાગરિક બનવા તરફની કૂચ
શિસ્તમાં ઉમરનો પ્રભાવ 3 થી 7 વર્ષ(બાળકને સમાજ પ્રત્યે અભિમુખ કરી શકાય ) 7 થી 13 વર્ષ નીતિ મૂલ્યો અને સિદ્ધાંતોની સમજ આપવી ૧૪ - ૧૫ વર્ષની ઉંમર પછી બાળક સ્વમાનના ભોગે કશું સાંખી શકતું નથી, સાચી સલાહ પણ નહી
ત્રણ પ્રકારની શિસ્ત નોર્મન મેકમેનએ તેની બુક , The Child’s Path to Freedom , માં શિસ્તના ત્રણ પ્રકારો દર્શાવ્યા છે (1) મુક્ત શિસ્ત ( Emancipationistic Discipline ) . (2) દમનયુક્ત શિસ્ત ( Repressionistic Discipline ) . ( 3 ) પ્રભાવશાળી શિસ્ત ( Impressionistic Discipline ) .
1. મુક્ત શિસ્ત અનુભવો કે પ્રવૃત્તિઓથી પ્રેરાઇને વ્યક્તિ પોતે પોતાની ઇચ્છા પ્રમાણે નિયમ પાલન કરે તેવી શિસ્ત એટલે મુક્ત શિસ્ત મનોવિજ્ઞાનના આધારે ઘડાયેલ વિચારધારા ભયને સ્થાને પ્રેમથી કામ લેવાની હકારાત્મક ભાવના એટલે મુક્ત શિસ્ત વિદ્યાર્થી સ્વેચ્છાએ શિસ્તનું પાલન કરે વિદ્યાર્થીના વ્યક્તિત્વ ને જેમ નું તેમ સ્વીકારાય વિદ્યાર્થી પર વિશ્વાસ અને શ્રધ્ધા રાખવામા આવે વિદ્યાર્થીને જવાબદારી અને અનુભવો પૂરા પાડવામાં આવે સ્વ-શિસ્ત પણ કહેવામા આવે છે
ફાયદા વ્યક્તિના વિચારોને પ્રાધાન્ય મળે છે લાંબો સમય ટકી રહે તેવી શિસ્ત છે બાળકની ભાવના અને લાગણીને સ્વીકારાય છે જેથી બાળક શિસ્ત માટે પ્રેરાય છે મુક્ત શિસ્ત થકી આદર્શ સમાજનું નિર્માણ શક્ય બને છે મર્યાદા * સ્વતંત્રતા સ્વચ્છંદતા માં પરિણમી શકે * વધુ પડતી મુક્ત શિસ્તથી વિદ્યાર્થીનું ધ્યાન અભ્યાસમાં કેન્દ્રિત ન થઈ શકે *મુક્ત શિસ્ત બાબતે દરેકની વિચારધારા જુદી હોઇ શકે તેથી સમાન પાલન શકી ન પણ બને * આ શિસ્ત માટે બાળકને કેળવવું મુશ્કેલ છે
2. દમનયુક્ત શિસ્ત ધાક-ધમકી કે સજા ના ડરથી નિયમ કે આજ્ઞાનુ પાલન કરવું એટલે દમનયુક્ત શિસ્ત બીકના પાયા પર રચાયેલી શિસ્ત છે ચુસ્ત પણે પાલન કરવું જ એવો આગ્રહ બાળકને કોઈ પણ પ્રકારે દબાવી દેવામાં આવે વિદ્યાર્થીમાં ખરાબી ધારી લેવામાં આવે અને એને જુલમ દ્વારા કાઢવાનો પ્રયત્ન ડરાવવું, ધમકાવવું અથવા સજા આપવાનો નિયમ
ફાયદા આજ્ઞા કે નિયમનું ચુસ્ત પાલન થાય છે કોઈપણ તંત્રને વ્યવસ્થિત ચલાવવા માટે ઉપયોગી છે બાળકમાં શિસ્ત કેળવવાનો સૌથી સહેલી અને ઝડપી રીત છે અમુક કર્યો ના કરવા માટે દમનયુક્ત શિસ્ત જ જરૂરી બને છે મર્યાદા નકારાત્મકતા, નફરત અને લઘુતાગ્રંથિને પ્રોત્સાહન મળે છે વધુ પડતી દમનયુક્ત શિસ્ત બાળકને શિસ્તનો દુશ્મન બનાવે છે આ શિસ્તથી વિદ્યાર્થી વિષય પ્રત્યે નીરસ બને છે આ શિસ્ત શું ન કરવું એ શીખવે છે. શું કરવું એ શીખવતી નથી
3. પ્રભાવશાળી શિસ્ત અન્ય આદર્શ વ્યક્તિથી પ્રેરાઈને તેની જેમ શિસ્તમાં રહેવાનો વિચાર એટલે પ્રભાવશાળી શિસ્ત આદર્શવાદ ના આધારે ઘડાયેલ શિસ્ત પ્રભાવશાળી વ્યક્તિ દ્વારા આદર્શ શિસ્તનું ઉદાહરણ પૂરું પાડીને કેળવાતી શિસ્ત આદર્શ વ્યક્તિનું અનુકરણ કરી જળવાતી શિસ્ત આદર્શ વ્યક્તિના મૂલ્યો અનુસરવા સજા ન આપવી પ્રેમ દયા અને લાગણીનું મહત્વ
ફાયદા પરંપરાઓ અને આદર્શ રીતિઓ ટકાવી રાખવા માટે આ શિસ્ત ઉપયોગી છે એક વ્યક્તિ શિસ્તપાલન કરે તો અન્ય પણ તેને અનુસરી શકે છે શિક્ષણ જગતમાં ખૂબ આવશ્યક છે કારણકે એક સાથે ઘણા બાળકોને કેળવી શકાય છે પ્રમાણમા લાંબો સમય ટકી રહે તેવી શિસ્ત છે મર્યાદા આ શિસ્તથી વ્યક્તિ કોઈનું આંધળું અનુકરણ કરે છે બાળક સ્વનિર્ભર નથી બની શકતું આદર્શ વ્યક્તિત્વ મળવા મુશ્કેલ છે ક્યારેક નવા વિચારોને અવકાશ નથી મળતો
વિચારો....... ચર્ચા કરો શિક્ષણકાર્યમાં કેવા પ્રકારની શિસ્ત ઉપયોગી છે ? એક શિક્ષક તરીકે તમે કેવા પ્રકારની શિસ્તનો આગ્રહ રાખશો ?